વિશ્વ યોગ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં નિઃશુલ્ક યોગ તાલીમ શિબિરોનો પ્રારંભ
Live TV
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 'વિશ્વ યોગ દિવસ'ની ભવ્ય ઉજવણીના પૂર્વાર્ધરૂપે, આજે ૧૦ જૂન ૨૦૨૬થી નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નિઃશુલ્ક યોગ તાલીમ શિબિરોનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વસ્થ શરીર, તંદુરસ્ત મન અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જિલ્લાના છ તાલુકાઓમાં આ વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમનો સમય અને સ્થળ
દરેક કેન્દ્ર પર સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ કલાક દરમિયાન નિષ્ણાત કોચ અને યોગ ટ્રેનર્સ દ્વારા યોગ સાધકોને નિઃશુલ્ક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે.
નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાની મીરીકલ હવેલી, રાજપીપલા ખાતે કોચ અને યોગ ટ્રેનરશ્રી શિલ્પાબેન શાહ (મો.૯૪૦૮૪૧૮૦૧૭), ગરૂડેશ્વર તાલુકાના આરોગ્યવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોચ/યોગ ટ્રેનરશ્રી રાજેશભાઈ તડવી (મો.૯૯૭૯૩૯૬૫૮૬), તિલકવાડા તાલુકાની આર્ટ્સ કોલેજ, તિલકવાડા ખાતે કોચ/યોગ ટ્રેનરશ્રી કૌશિકભાઈ બારીયા (મો.૯૨૬૫૯૭૧૭૨૦), દેડિયાપાડા તાલુકાની ઇનરેકા સંસ્થા, દેડિયાપાડા ખાતે કોચ/યોગ ટ્રેનરશ્રી માર્થા વસાવા (મો.૯૩૧૩૯૬૪૭૦૮), સાગબારા તાલુકાની જે.કે. હાઇસ્કૂલ, સાગબારા ખાતે કોચ/યોગ ટ્રેનરશ્રી મનુભાઈ વસાવા (મો.૯૫૩૭૨૯૪૮૯૬) તેમજ ચિકદા તાલુકાની રેલ્વા ભરાડા હાઇસ્કૂલ, રેલ્વા ખાતે કોચ/યોગ ટ્રેનરશ્રી ધર્મિષ્ઠાબેન તડવી (મો.૭૬૯૮૧૩૨૬૭૭) દ્વારા યોગ તાલીમ આપવામાં આવશે.
જિલ્લા યુવા અધિકારીની અપીલ
નર્મદા જિલ્લાના યુવા અધિકારીએ તમામ નાગરિકો અને યોગ પ્રેમીઓને આ શિબિરોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા હાર્દિક અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "યોગ એ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે વધુમાં વધુ લોકોએ નજીકના તાલીમ કેન્દ્ર પર પહોંચીને યોગાભ્યાસનો લાભ લેવો જોઈએ."
રસ ધરાવતા યોગ સાધકો સંબંધિત કોચનો સંપર્ક કરીને આજે જ પોતાની નોંધણી કરાવી શકે છે. આ શિબિરો માત્ર કસરત નથી, પરંતુ જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાની એક સુવર્ણ તક છે.