સદગમય મિત્રો દ્વારા સાબરમતી કોલિંગ અભિયાન અંતર્ગત સ્વચ્છતા ડ્રાઈવ 15.O યોજાઈ
Live TV
-
સદગમય મિત્રો દ્વારા ''સાબરમતી કોલિંગ'' અભિયાન અંતર્ગત સ્વચ્છતા ડ્રાઇવ- 15 નું આયોજન સાબરમતી નદીના કિનારે ધોળેશ્વર બ્રિજ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યમાં ગાંધીનગર ખાતે કાર્યરત બ્રેવ લાયન, ફિડા અને ફોર્સ વન એકેડેમીના મિત્રો સહયોગી બન્યા હતા. આ મેગા ડ્રાઈવમાં 175 જેટલા લોકો જોડાયા હતા. જેમાં 15 વર્ષથી માંડીને 75 વર્ષના વડીલ યુવાનો હતા.
આ ડ્રાઇવ દરમિયાન 45 કોથળા ભરીને પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ કલેક્ટ કરવામાં આવ્યો. જેને ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા યોગ્ય સ્થાને વ્યવસ્થાપિત કર્યો. સમગ્ર કાર્યક્રમમાં સદગમયના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતાના શપથ લઇ પ્લાસ્ટિકના શક્ય એટલા ઓછા ઉપયોગ માટે કટિબદ્ધ થયા.
ઉલ્લેખનીય છે કે, સદગમય મિત્રો દ્વારા છેલ્લા 2 વર્ષથી સાબરમતી નદીના કિનારે પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને ગાંધીનગર મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાને જમા કરાવે છે. આ ઉપરાંત ચોમાસાના સમય દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે અને નેચર વોક કરીને બાળકો સહિત યુવાનોને પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે. આવનારા 9 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં સદ્ગમય દ્વારા ટીમ સદ્ગમય માટે ગાંધીનગર ટોક્સ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ પ્રશિક્ષણ નો બે કલાકનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં મર્યાદિત સંખ્યામાં પર્યાવરણ પ્રહરીઓની નોંધણી કરવામાં આવનાર છે.
