Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ ગેમઝોનનું સઘન ચેકિંગ

Live TV

X
  • રાજકોટમાં ખાનગી ગેમઝોનમાં ઘટેલી આગની ઘટનાને ધ્યાને રાખીને ગાંધીનગરના નાગરિકોની સેફ્ટી માટે મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર, પોલિસ, ઇલેક્ટ્રિકલ અને ટાઉનપ્લાનિંગ વિભાગના અધિકારીઓની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ત્રણેય ટીમો માટે એક ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં ફાયર એનઓસી, ઇલેક્ટ્રિકલ એનઓસી તથા ટાઉનપ્લાનિંગની મંજૂરી જેવી બાબતો ચકાસવામાં આવે છે. ત્રણેય ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તમામ ગેમઝોન ખાતે રૂબરુ જઈને આ બાબતની તપાસ કરવામાં આવે છે.

    ટીમના સભ્યો દ્વારા સ્થળ પર ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવે છે, જરૂરી દસ્તાવેજો ચેક કરવામાં આવે છે અને જોખમી જણાતા ગેમ ઝોનને તાત્કાલિક બંધ કરાવવામાં આવી રહ્યા છે. આવા ગેમ ઝોનને ટૂંક સમયમાં સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

    અત્યાર સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રણેય ટીમો દ્વારા કુલ 16 જગ્યાએ તપાસ કરવામાં આવી છે. જેમાંથી કેટલાક ગેમ ઝોન ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ તપાસ માટે પહોંચે તે પહેલા જ બંધ કરી દેવામાં આવેલ છે. જ્યારે ત્રણ ગેમ ઝોન જોખમી જણાતા તેઓને તાત્કાલિક બંધ કરવવામાં આવ્યા છે.

    આ ગેમ ઝોનમાં નાના ચિલોડા પાસે આવેલ, વર્લ્ડ ઓફ ફન, સરિતા ઉદ્યાનની બાજુમાં આવેલ ફાઇવ ઇલેવન ગો કાર્ટ તથા કુડાસણ ખાતે સ્પાયસી સ્ટ્રીટમાં આવેલ સ્પાર્ક ગેમ ઝોનને બંધ કરાવવામાં આવ્યા છે. આમ ગાંધીનગરના નાગરિકોની સેફ્ટીને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચૂસ્ત તકેદારી રાખવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply