કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામના ખેડૂતે 90 દિવસના ગાળામાં ત્રણ એકર જમીનમાં બાજરીનો પાક તૈયાર કર્યો
Live TV
-
કચ્છ : ગાગોદર ગામના ખેડૂતે સરકારની સિંચાઈ યોજના મારફતે બાજરીનો પાક તૈયાર કર્યો
ખેડૂતો હાલ ઉનાળુ પાક કરી રહ્યા છે. ત્યારે કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામમાં સિંચાઈ માટે પાણી કેનાલ મારફતે રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. અગાઉ આ કેનાલમાંથી ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવ્યું હતું. સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતો હાલ ત્રણેય સિઝનના પાક લઇ રહ્યા છે.
ગાગોદર ગામના ખેડૂત દિલીપ પંચાલે જણાવ્યું હતું કે, સિંચાઈના કારણે 3 એકર જમીનમાં અંદાજે 3 લાખ રૂપિયાની બાજરીનું વાવેતર કરાયું હતું અને માત્ર 90 દિવસના ગાળામાં આ પાક તૈયાર થયો છે.
