અંબાજીમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રાજકોટ ગેમઝોનની ઘટનાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
Live TV
-
રાજકોટના નાના મવા પાસે ગેમઝોનમાં ગઈકાલે આગ લાગી હતી. આ આગમાં મૃત્યુ પામેલાઓની સદગતી માટે યાત્રાધામ અંબાજીના કર્મકાંડી બ્રાહ્મણોએ હોમ-હવન કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. રાજકોટમાં બનેલી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે. દરેક મૃતકોને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
અંબાજીના બ્રાહ્મણો દ્વારા યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જપ સાથે હોમ હવન કરીને આહુતી આપવામાં આવી હતી. તો સારવાર લઇ રહેલા લોકો વહેલાસર સાજા થાય તે માટે જગદંબા માં અંબાને પ્રાર્થના કરી હતી.
