Skip to main content
Settings Settings for Dark

સાકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો

Live TV

X
  • સાકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે છઠ્ઠો પદવીદાન સમારોહ અને નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર નાં નવિન ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

    ઉત્તર ગુજરાતમાં મેડિકલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, સાયન્સ, ડિઝાઇન વગેરે અભ્યાસક્રમમાં ઉચ્ચ શિક્ષણ આપતી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. છઠ્ઠા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના આરોગ્ય-પરિવાર કલ્યાણમંત્રી ડો. મનસુખ માંડવિયા તથા અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસાણા જીલ્લાના સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નુતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર કોલેજના નવીન ભવન ,અદ્યતન સુવિધાઓથી સજ્જ નુતન કોલેજ ઓફ નર્સિંગની નવીન બિલ્ડિંગ, નુતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ કોમ્યુનિકેશન કોલેજ ખાતે ડિઝાઇન સ્ટુડિયો અને યુનિવર્સિટીના સ્ટાફ માટે નવનિર્મિત સ્ટાફ ક્વાટર્સનું લગભગ 85 કરોડના કામોનું ઉદ્દઘાટન ડો. મનસુખભાઇ માંડવિયા, ઋષિકેશભાઈ પટેલ અને સાસંદ શારદાબેન પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply