સાપુતારા હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે ખુલ્યું, નૌકાવિહાર કરાયો શરૂ
Live TV
-
એડવેન્ચર એક્ટિવીટી સહિત નૌકવિહાર ચાલુ કરાતા પર્યટકોમાં છવાયો આનંદ
ગિરિમથક સાપુતારામાં અનલોક-5માં પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવાની જાહેરાતથી સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચ માસથી કોરોના દરમિયાન લોક-ડાઉનના કારણે મોટાભાગના લોકો ધરમા પુરાઇ રહેતા હતા.
સરકારે તબક્કાવાર છુટછાટ આપવાની શરૂઆત કરી અને પાંચમાં તબક્કામાં પ્રવાસન સ્થળને ખુલ્લા મુકવાની જાહેરાત થતાં પ્રવાસન વ્યવસાય સબંધીત વ્યવસાય કરનાર લોકોને રાહત મળી છે. છેલ્લા પાંચ મહિનાથી નહિવત આવક સામે મુશ્કેલીનો સામનો કરી રહેલા ધંધાર્થીઓને કમાણીની આશા બંધાઇ છે.
સાપુતારામાં પાંચમાં તબક્કામાં બોટિંગ, ટેબલ પોઇન્ટ, સનરાઈઝ પોઇન્ટ સહિત જોવાલાયક તમામ સ્થળોને ખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી શનિ-રવિની રજા કે તહેવાર નિમિત્તે સહેલાણીઓ આવશે તેવી આશા આ ધંધાર્થીઓને બંધાણી છે. આ બધા સ્થળોએ કોવિડની ગાઇડ લાઇન મુજબ ખુલ્લા મુકાયા છે.
