Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠાઃ અકસ્માતમાં યુવકનું મોત થતાં ગામલોકોમાં ભારે રોષ, પોલીસની ગાડીને લોકોએ આગ ચાંપી

Live TV

X
  • સાબરકાંઠાઃ અમદાવાદ - ઉદેપુર નેશનલ હાઇવે નંબર 8 પર ગામડી નજીક ગામના જ યુવકનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે.

    સાબરકાંઠાઃ અમદાવાદ - ઉદેપુર નેશનલ હાઇવે નંબર 8 પર ગામડી નજીક ગામના જ યુવકનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. ગ્રામજનો દ્વારા વારંવાર આ રસ્તા પર બ્રીજની માંગ કરવામાં આવી હોવા છતા કોઈ પગલા લેવામાં નથી આવ્યા. હવે આ અકસ્માત થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. 

    અકસ્માત બાદ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાયો હતો. લાઠી ચાર્જ બાદ સ્થિતિ વધુ વણસી હતી. જેથી પોલીસને 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાથે જ સ્થાનિકોએ રોષે ભરાઈને પોલીસની ગાડીને આગ ચાંપી હતી. જેથી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે. હાલ ગાંભોઈ પોલીસ સ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply