Skip to main content
Settings Settings for Dark

હજુ 3-4 દિવસ ભીષણ ગરમીથી રાહત નહીં, 3 દિવસ હીટવેવ યથાવત રહેશે

Live TV

X
  • ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ભીષણ ગરમી પડી રહી છે. બપોરના સમયે શરીરના અંગો બળી જાય તેવો આકરા તડકો પડી રહ્યો છે. તો સાંજે અને રાત્રે ગરમ પવનોના કારણે અકળામણ અનુભવાઈ રહી છે. આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગરમીને હાલ કોઈ રાહતના સમાચાર નથી. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે ગુજરાતમાં હજુ 3-4 દિવસ હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.

    હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમી ઘટવાની સંભાવના છે. એટલેકે ગુજરાતવાસીઓને હજુ 3-4 દિવસ આકરી ગરમીમાં તપવા તૈયાર રહેવું પડશે. 3 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઉત્તર પશ્ચિમી ગરમ પવન ફૂંકવાને કારણે ગરમીની અસર  વધુ લાગે છે.

    અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં આગામી 24 કલાક ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. જે 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તેમાં કચ્છનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે 

    રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, 46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. તો ગાંધીનગરમાં 46 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.9, ડિસામાં 45.4 ડિગ્રી, વડોદરામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. 

    હાલ તો આકાશમાંથી જાણે અગન ગોળા વરસી રહ્યા છે. તેવો અનુભવ અમદાવાદના નાગરિકો કરી રહ્યા છે. ત્યારે આ ભીષણ ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળે તે માટે અમદાવાદ પ્રશાસન પણ વિવિધ પ્રયોગો હાથ ધરી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહનચાલકોને ધોમધખતા તાપમાં ન ઉભું રહેવું પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. DGP તથા પોલીસ કમિશ્નરના માર્ગદર્શનથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 4 રસ્તાઓ પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે. જેથી વાહનચાલકોને બપોરના સમયે આકરા તડકાથી રાહત મળે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન દ્વારા પણ વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શ્રમિકોને આ ગરમીથી બચાવવા માટે ORSના પેકેટનું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવી રહ્યું છે. ORSના પેકેટ સાથે પેમ્પેલેટનું પણ વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં  હીટ સ્ટ્રોક થાય કે લુ લાગી જાય તો કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply