Skip to main content
Settings Settings for Dark

સુરત : પોલીસ દ્વારા શ્રમિક આવાસના બાળકોને શાળામાં પ્રવેશ આપવા હાથ ધરાઈ ઝુંબેશ

Live TV

X
  • સુરત શહેર પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. Zon-4 વિસ્તારમાં પાંડેસરા પોલીસ દ્વારા શ્રમિક આવાસના બાળકોને શાળામાં પ્રવેશ આપવા ઝુંબેશ હાથ ધરાઈ છે. સાથે જ વાલીઓને શિક્ષણને લગતી માહિતી આપવામાં છે.

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગુનાખોરીને અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા અવર-નવાર પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે સુરત શહેર zont-4 DCP વિજયસિંહ ગુર્જરનાં માર્ગદર્શન હેઠળ નાની વયના બાળકોને ગુનાના રવાડે ચડતા અટકાવવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં શ્રમિક અને મોટાભાગના મજૂર વર્ગના લોકો વસે છે અને ખાસ કરીને માતા-પિતાઓ બંને નોકરીએ જતા હોય છે, જ્યારે બાળકો શાળા જવાની ઉંમરે ગુનાખોરીના રવાડે ચડતા હોય છે. કેટલાક બાળકો એવા પણ છે કે, માતા-પિતાઓ દ્વારા તેમને આજદિન સુધી શાળાએ મોકલવામાં આવ્યા નથી. 

    જેને લઈને પાંડેસરા પોલીસ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે .આ સર્વે અંતર્ગત જે બાળકોની ઉંમર શાળાએ જવાની થઈ ગઈ હોય આવા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. સાથે જ વાલીઓને શિક્ષણ અંગે DCP વિજયસિંહ ગુર્જર, પાંડેસરાના PI એન. કે.કામલીયા દ્વારા જાગૃતિ લાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply