Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર : વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને કૃત્રિમ પાણીના સ્ત્રોતો મારફતે પાણી પૂરું પાડી કરાયું વન્ય જીવોનું રક્ષણ

Live TV

X
  • આકરી ગરમીમાં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને કૃત્રિમ પાણીના સ્ત્રોતો મારફતે પાણી પૂરું પાડી વન્ય જીવોનું કરાયું રક્ષણ

    ઉનાળાની કાળઝાળ ગરમીમા છોટાઉદેપુરના જંગલમાં આવેલી નદીઓ નાળાઓ સહિત કુદરતી સ્ત્રોતો સૂકા ભટ થઈ જતા જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વન વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં બાવન કુંડીઓ મારફતે કુત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા, જેમાં ક્યાંક ટેન્કરોથી તો ક્યાંક પંપ દ્વારા વન વિભાગ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. 

    વન કર્મીઓ દ્વારા દિવસભર ખાસ કાળજી રાખવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં 100 થી વધુ દીપડા, 80 થી વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા આશીર્વાદ સમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply