ભરૂચ : ટ્રાફિક પોલીસ જવાનોને ગરમીમાંથી રાહત મળે તેવા હેતુ સાથે VYO દ્વારા છાશનું વિતરણ કરાયું
Live TV
-
ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરાયું.
છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડી-હાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું.
ભરબપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક જવાનો તેમજ બીટીઇટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લવ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આવનાર 2 થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ, પ્રભારી આશિત તોલાટ, સંસ્થાના VYOના પ્રમુખ રોનક શાહ, સેક્રેટરી ચૈતન્ય શાહ ઉપસ્થિત રહ્યા હતા.
