રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં મતદાન કર્યું
Live TV
-
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં આજે હરિયાણામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં મતદાન કર્યું હતું.
મતદાન મથકમાંથી બહાર આવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ભારતના સંવિધાને પ્રત્યેક વયસ્ક ભારતીયને મત આપવાનો અધિકાર આપ્યો છે. એટલે આપણું નૈતિક કર્તવ્ય છે કે, રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, કલ્યાણ માટે, સર્વાંગીણ વિકાસ માટે મતનો અવશ્ય ઉપયોગ કરીએ.
તેમણે કહ્યું કે, જીવનમાં અનેક કામો આપણી અગ્રતાના હોય છે. પરંતુ મતદાનના દિવસે અગત્યના અનેક કામો છોડીને પણ નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરતાં અવશ્ય મતદાન કરવું જોઈએ. હું પણ મતદાન માટે જ આજે ગુજરાતથી અહીં હરિયાણા આવ્યો છું. આવો, લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લો અને નાગરિક તરીકેની જવાબદારીઓનું પાલન કરો.
