Skip to main content
Settings Settings for Dark

સુરત, રાજકોટ અને જામનગર મનપાના મેયર સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરાઈ

Live TV

X
  • સુરત, રાજકોટ અને જામનગર મહાનગર પાલિકા માટે મેયર , ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નામો જાહેર કરવામાં આવ્યાં છે.

    સુરતમાં મેયર પદે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે દિનેશ જોઘાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પટેલની પસંદગી. આ ઉપરાંત અમિતસિંહ રાજપૂતની શાસક પક્ષના નેતા અને વિનોદ પટેલની મનપાના દંડક તરીકે પસંદગી કરવામાં આવી છે.

    રાજકોટના મેયર પદે પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે દર્શિતા શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પુષ્કર પટેલની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે દંડક પદે સુરેન્દ્ર સિંહ વાળાની વરણી કરવામાં આવી છે.

    જામનગરના નવા મેયર પદે બિનાબેન કોઠારીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે તપન પરમારની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મનીષ કટારીયા અને શાસક પક્ષના નેતા તરીકે, કુસુમ પંડ્યાંની વરણી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply