Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T-20 સીરીઝનો આજથી પ્રારંભ

Live TV

X
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T-20 સીરીઝ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડ વર્તમાનમાં T-20 રેન્કિંગમાં વિશ્વની નંબર એક ટીમ છે જ્યારે ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T-20 સીરીઝ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડ વર્તમાનમાં T-20 રેન્કિંગમાં વિશ્વની નંબર એક ટીમ છે જ્યારે ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે. ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. 

    T-20માં વિશ્વની નંબર 1 ટીમને પરાજય આપવો ભારતીય ટીમ માટે સામાન્ય નહીં હોય. બંને ટીમની નજર આ વર્ષના અંતભાગમાં ભારતમાં યોજાનારા T-20 વિશ્વકપ પર પણ ટકેલી છે. બંને દેશોએ 5 મેચની T-20 સીરિઝ માટે મજબૂત ટીમની પસંદગી કરી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા તમામ મેચ રમશે તે નક્કી છે. પરંતુ અન્ય અગ્રક્રમના બેટ્સમેનને મુદ્દે  લોકેશ રાહુલ અને શિખર ધવન વચ્ચે મુકાબલો રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply