Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં કમાલ: ચોરવાડના પ્રગતિશીલ ખેડૂતે ઉગાડી વિશ્વની સૌથી મોંઘી 'મિયાઝાકી' અને 'નૂરજહાં' કેરી

Live TV

X
  • ગુજરાત અને સૌરાષ્ટ્ર હવે માત્ર કેસર કેરીના ગઢ તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક ફળોના ઉત્પાદન કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યા છે.

    જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાગ મેરામણભાઈ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ ગણાતી જાપાની 'મિયાઝાકી' અને અફઘાની 'નૂરજહાં' કેરીનું સફળ ઉત્પાદન કર્યું છે.પોતાના અનોખા જાંબલી-લાલ રંગ અને એન્ટીઓક્સીડન્ટ ગુણો માટે જાણીતી આ કેરીનું પોરબંદર માર્કેટ યાર્ડમાં એક નંગનું વેચાણ રૂ. 1,700ના ભાવે થયું હતું. વિશ્વની સૌથી મોટી કેરીઓમાં ગણાતી આ જાત સામાન્ય રીતે 1 થી 7 કિલો વજન ધરાવી શકે છે. વરજાગભાઈના ફાર્મમાં આશરે 1 કિલોથી વધુ વજનની નૂરજહાં કેરીઓ તૈયાર કરવામાં આવી છે.કોઈપણ કેમિકલના ઉપયોગ વગર માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી આ સિદ્ધિ મેળવવામાં આવી છે.પોરબંદર માર્કેટ યાર્ડમાં આ ઐતિહાસિક ફળોને જોતા વેપારીઓ અને લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. વરજાગભાઈનો આ પ્રયોગ ગુજરાતના કૃષિ જગત માટે નવી દિશા અને પ્રેરણારૂપ સાબિત થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply