સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસથી વરસાદી માહોલ, અમરેલીના રાજુલામાં 3 ઈંચ
Live TV
-
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમરેલીના રાજુલા ત્રણ ઇંચ, સુરતમાં ત્રણ ઇંચ, ભરુચના વાગરામાં સવા બે ઇંચ, તાપીના ડોલવણમં બે ઇંચ, સુરતના માંગરોળ, ધરમપુર, ભરુચ, ચીખલી, ભાવનગરના મહુવામાં બે ઇંચ વરસાદ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમરેલીના રાજુલા ત્રણ ઇંચ, સુરતમાં ત્રણ ઇંચ, ભરુચના વાગરામાં સવા બે ઇંચ, તાપીના ડોલવણમં બે ઇંચ, સુરતના માંગરોળ, ધરમપુર, ભરુચ, ચીખલી, ભાવનગરના મહુવામાં બે ઇંચ વરસાદ નોંધાયા છે. તો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો કચ્છને બાદ કરતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ઝોન પ્રમાણે નોંધાયેલા વરસાદની વાત કરીએ કચ્છ ઝોનમાં 272 ટકા, ઉત્તર ગુજરાતમાં 113 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 95 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 178 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 115 ટકા વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે ગીર સોમનાથ, દીવ અને અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ શરુ થયો છે. તો મુંબઇ નજીક સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતથી વડોદરા સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
