વિધાનસભામાં આજે મહત્વના ત્રણ વિધેયક પસાર કરાશે
Live TV
-
આજે ગુજરાત વિધાનસભાના ત્રીજા દિવસે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃતિ અટાકાવવા બાબતનું વિધેયક ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા રજુ કરવામાં આવશે.
આજે ગુજરાત વિધાનસભાના ત્રીજા દિવસે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃતિ અટાકાવવા બાબતનું વિધેયક ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા રજુ કરવામાં આવશે. તો અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા રજુ કરાશે. તો અન્ય મહત્વનું બાળ અને કિશોર શ્રમ પ્રતિબંદ અને નિયમન બિલ સુધારા બિલ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર દ્વારા રજુ કરાશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પાક સર્વેની કામગીરી અંગે કૃષિમંત્રી દ્વારા જવાબ આપવા આવશે. તેમજ મહિલા ઉત્કર્ષ યોજના અંગે પણ ગ્રામ્ય મંત્રી ટુંકી મુદ્તના પ્રશ્નો્ અંગે જવાબ આપશે. ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવેલોપમેન્ટ કોર્પોરેશન સગિતના અન્ય વિભાગોના વાર્ષિક અહેવાલ પણ મેજ પર મુકવામાં આવશે.
