સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને સંસ્કૃત ભાષામાં ગાઈડ કરાશે
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માર્ગદર્શન આપતાં ગાઈડ તો છે જ પણ હવે પ્રવાસીઓને સંસ્કૃત ભાષામાં ગાઈડ કરનારા યુવાનો પણ આવી ગયા છે. કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૫ જેટલા ગાઇડ શુદ્ધ સંસ્કૃત ભાષામાં બોલે છે. સંસ્કૃત એ ભારતની પ્રાચીન ભાષા છે. તેથી આ ભાષાનું પણ મહત્વ વધે તે માટે સંસ્કૃતમાં પણ પ્રવાસીઓને ગાઈડ કરાશે. ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વનમાં સંસ્કૃત ગાઈડ તરીકે ફરજ બજાવતી સુરવા ગામની યુવતીનો ઉલ્લેખ પણ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આ માટે ગાઇડને ખાસ બે મહિનાની તાલીમ આપવામાં આવી છે.
