Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આજથી આરંભ

Live TV

X
  • રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન સાથે આજે પહેલી માર્ચથી આરંભ થશે અને બુધવારે રાજ્યનું વર્ષ 2021-22 અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે. અંદાજપત્ર સત્ર આગામી પહેલી એપ્રિલ સુધી યોજાશે.
    રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર ડીઝીટલ માધ્યમથી પેપરલેશ અંદાજ પત્ર રજૂ કરવામાં આવશે. 
    આ અંદાજપત્ર દરેક વ્યક્તિને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે નાણાં મંત્રી નિતિન પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં ‘ગુજરાત બજેટ’ મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેમાં બજેટ દસ્તાવેજો  નાયબ મુખ્યમંત્રીશ્રીનું બજેટ પ્રવચન અને બજેટ અંગેના સમાચારો જોઈ શકાશે.
    આ ઉપરાંત અંદાજપત્રની મહત્વની બાબતો, અંદાજપત્રોના પ્રકાશન અલગ અલગ ક્ષેત્રમાટેની જોગવાઈઓ પણ આ મોબાઇલ એપમાં ઉપલબ્ધ થશે.આ મોબાઇલ એપ્લિકેશન, ગુગલ પ્લે સ્ટોર પર ગુજરાત બજેટ નામથી ડાઉનલોડ કરી શકાય. તો આઈ.ઑ.એસ. એપલફોન પર પણ આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply