Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની થયેલ મતદાન અને આવતીકાલ પરિણામ

Live TV

X
  • ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેમાં લોકોએ પોતાનો મત પોતાના મનગમતા ઉમેદવારોને આપ્યો. અને ચૂંટણી પ્રક્રિયા ને વેગ આપ્યો હતો. 
    રાજ્યમાં  81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે મતદાન થયું હતું. રાજ્યમાં નગરપાલિકામાં 55.73 ટકા, જિલ્લા પંચાયતમાં 62.92 ટકા અને તાલુકા પંચાયતમાં 63.78 ટકા સરેરાશ મતદાન થયું હતું.વિવિધ જિલ્લામાં થયેલા સરેરાશ મતદાન પર નજર કરીએ તો મોરબી જિલ્લા પંચાયતમાં 65.57 ટકા, મોરબી તાલુકા પંચાયતમાં 61.87 ટકા, માળિયા-મિયાણા તાલુકા પંચાયતમાં 61.70 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 67 ટકા, વાંકાનેર તાલુકા પંચાયતમાં 71 ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન થયું હતું. જ્યારે મહીસાગરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે,  59.14 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જ દાહોદ નગરપાલિકામાં 53.66 ટકા, ઝાલોદ નગરપાલિકામાં 73.81 ટકા મતદાન થયું હતું. વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં 55.38 ટકા મતદાન થયું હતું. વલસાડમાં 69.92 ટકા સાથે સૌથી વધુ મતદાન ધરમપુર તાલુકામાં થયું હતું.જ્યારે વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠક પર 50.55 ટકા મતદાન થયું હતું.. તો બીજી તરફ, વેરાવળની ડારી જિલ્લા પંચાયત બેઠક પર, તોતિંગ 78.78 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જ ગીરસોમનાથ, વેરાવળ, પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં 58.73 ટકા મતદાન થયું હતું.અહીં સૌથી વધારે 65.38 ટકા મતદાન વોર્ડ નંબર 10માં , અને સૌથી ઓછું 51.41 ટકા મતદાન વોર્ડ નંબર 1માં નોંધાયું હતું. જ્યારે રાજકોટ જિલ્લામાં પણ નોંધપાત્ર મતદાન થવા સાથે , તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે, બીજી માર્ચે આ તમામ બેઠકો પરના પરિણામો જાહેર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply