આજથી રાજ્યમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરુ
Live TV
-
રાજ્યમાં 1 માર્ચ એટલે કે આજથી 60 વર્ષથી વધુ વયના વડીલો માટે કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે 60 લાખ વડીલો માટે રાજ્યભરની 2 હજાર 195 સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, 536 ખાનગી હોસ્પિટલ અને દવાખાનાઓ મારફતે કોરોના રસીકરણની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ 'હારશે કોરોના, જીતશે ગુજરાત'નો મંત્ર પણ આપતા , તમામ વડીલો કોરોનાની રસી મુકાવે, તેવી અપીલ પણ કરી હતી.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે,સિનિયર સિટીઝન માટે કોરોના રસીનો જથ્થો યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે અને કોરોનાની રસી સંપૂર્ણરીતે સુરક્ષિત છે.
