સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ, 2 માર્ચે પરિણામ
Live TV
-
6 મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આજે ગુજરાતમાં રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું હતું. રાજ્યમાં સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે. જેમા જિલ્લા પંચાયતમાં 61.68%, તાલુકા પંચાયતમાં 62.80% અને નગરપાલિકામાં 53.24% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત બાબતે ડાંગ જિલ્લા પંચાયત સૌથી આગળ રહી હતી, અહીં સૌથી વધારે 71% મતદાન નોંધાયું હતું. નગરપાલિકા બાબતે તાપી નગરપાલિકામાં સૌથી આગળ રહી હતી અને અહીં 71% મતદાન નોંધાયું હતું.
આ ચૂંટણીની 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આ અંતિમ તબક્કો છે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,116 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થયું. અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પર કુલ 2.97 કરોડ નોંધાયેલા મતદારો હતા. જેમાંથી 60 ટકા મતદારોએ મતદાન કર્યું છે.
