Skip to main content
Settings Settings for Dark

6 મહાનગર પાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી માટે ભાજપની કવાયત

Live TV

X
  • રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં હોદ્દેદારોની વરણી કરવાની કવાયત હાથ ધરાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે સામાન્ય સભા યોજાશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 પદાધિકારીઓની વરણી થશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે 17 લોકોએ ફોર્મ ભર્યા હતા.

    અમદાવાદ મહાનગરપાલિકા માટે સામાન્ય સભા યોજાશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 પદાધિકારીઓની વરણી થશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માટે 17 લોકોએ ફોર્મ ભર્યા હતા. 

    વડોદરા મહાનગરપાલિકા માટે નવા માળખાની રચના કરવા આજે મહાત્મા ગાંધીનગર ગૃહમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર તરીકે બાબુ ઉદરેજા, ડો. મોરજરિયા, ડો. પ્રદીપ ડવનું નામ રેસમાં છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ભાનુબેન બાબરિયા, ડો. દર્શના પંડ્યાના નામ મોખરે છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નેહલ શુકલ તેમ જ પુષ્કર પટેલના નામ ચર્ચામાં છે.

    સુરત મહાનગરપાલિકામાં પણ હોદ્દેદારોની વરણી કરવા 12 માર્ચે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સામાન્ય સભા યોજાશે. અત્યારે સુરતમાં મેયર માટે દર્શિની કોઠિયા અને હેમાલી બોધાવાળાનું નામ મોખરે છે. જ્યારે સ્થાયી અધ્યક્ષ માટે પરેશ પટેલ અને દિનેશ જોધાણીનું નામ ચર્ચામાં છે. 

    જામનગર મહાનગરપાલિકા માટે પદાધિકારીઓની નિમણૂક કરવા માટે 12 માર્ચે મ્યુનિસિપલ ટાઉનહોલમાં જનરલ બોર્ડની બેઠક યોજાશે. જેમાં મહિલા મેયર સહિત ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામ જાહેર થશે. તો રાજકોટમાં પણ 12 માર્ચે જનરલ બોર્ડની બેઠક યોજાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply