Skip to main content
Settings Settings for Dark

આઝાદી "અમૃત મહોત્સવ"ની ઉજવણી 2 વર્ષ સુધી ચાલશે, જેની શરુઆત 12 માર્ચે PM મોદી કરાવશે

Live TV

X
  • ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આઝાદી અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરાવશે.

    ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આઝાદી અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરાવશે. 

    આ અંગે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નેતાઓ તથા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 

    ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે. 12 માર્ચથી શરુ થનારી આ દાંડીયાત્રાની પુર્ણાહુતી દાંડી ખાતે 5 માર્ચે થશે. આ પુર્ણાહુતી કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે.

    ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી 2 વર્ષ સુધી ચાલનાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply