વડતાલના સંતોએ અને કથાકાર મોરારિ બાપુએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
Live TV
-
વડતાલના સંતોએ અને કથાકાર મોરારિ બાપુએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. સંતોએ કોરોના રસીકરણ માટે લોકોને આગળ આવીને કોરોના રસી લેવાની અપિલ કરી છે.
સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં પૂરજોશમાં રસીકરણનું વેગવંતુ અભિયાન ચાલી રહ્યું છે. ખેડા જિલ્લામાં પણ 64 જેટલાં PHC સેન્ટરો પર વિનામૂલ્યે રસીકરણ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો. કોઠારી સંત વલ્લભ સ્વામી સહિત અન્ય સંતોએ રસી મુકાવી હતી અને અન્ય લોકોને પણ રસી લેવાની અપીલ કરી હતી. સંતોએ આ ભગીરથ કાર્ય બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રામ કથાકાર મોરારિ બાપુએ પણ કોરોનાની વેક્સિન લીધી હતી. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મોરારિ બાપુએ કોરોનાની રસીનો ડોઝ લીધો હતો અને લોકોને પણ આ રસી લેવાનો અનુરોધ કર્યો હતો.
