Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ નવા મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરેમેન સહિતના હોદ્દેદારોનાં નામ જાહેર

Live TV

X
  • મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમદાવાદના નવા મેયર કોણ બનશે તેની રાહ જોવાતી હતી. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામ અંગે ચર્ચા થઈ હતી.

    અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારનું નામ જાહેર કરાયુ છે. કિરીટ પરમાર ઠક્કરબાપા વોર્ડના કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. ગીતાબેન નારણપુરા વોર્ડમાંથી ચૂંટાયા છે.

    સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે. હિતેશ બારોટ થલતેજ વોર્ડમાંથી ચૂંટાયા છે. જ્યારે અન્ય હોદ્દાઓ જેવા કે, શાસક પક્ષના નેતાના પદ પર ભાસ્કર ભટ્ટ, દંડક પદ પર અરુણસિંહ રાજપુતની પસંદગી કરાઈ છે.

    અમદાવાદમાં આજે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતાઓ સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply