વડોદરા અને ભાવનગર મહાનગર પાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરાઈ
Live TV
-
અમદાવાદ મહાનગરપાલિકાના મેયરની જાહેરાતની સાથે-સાથે વડોદરા અને ભાવનગર મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ભાજપે જાહેરાત કરી છે.
વડોદરા મહાનગરપાલિકામાં મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલ, દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂક કરાઈ છે. જ્યારે શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરાઈ છે.
ભાવનગર મહાનગપાલિકામાં મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. અન્ય હોદ્દેદારોમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામની જાહેરાત કરાઈ છે.
