ગુજરાત વિધાનસભાના સત્રની પ્રથમ બેઠકમાં અંદાજપત્ર પર ચર્ચા કરવામાં આવી
Live TV
-
આજે ગુજરાત વિધાનસભાના સત્રની પ્રથમ બેઠકમાં અંદાજપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી ગણપતસિંહ વસાવાએ અંદાજપત્રના સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે ઉત્તર આપતા જણાવ્યું હતું કે, કોરોના સમયમાં પણ ગુજરાત સરકારે વિકાસના અનેક કામો કર્યા છે. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સતત નવમી વખત અંદાજપત્ર રજુ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે રૂપિયા બે લાખ 27 હજાર 29 કરોડ રૂપિયાનું સૌથી મોટું બજેટ ગુજરાતના વિકાસ માટે બનાવ્યું છે. ચર્ચા દરમિયાન વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમેર્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વર્ષો પછી ગુજરાતની લોકશક્તિએ વિકાસની રાજનીતિ પસંદ કરી છે. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે ગૃહના વિવિધ સભ્યોએ ભાગ લીધો હતો.
