રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 675 કેસ નોંધાયા, 96,861 વ્યક્તિઓનું રસીકરણ થયુ
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,67,250 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 3529 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 47 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 3482 સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં 675 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયેલ નથી. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4418એ પહોંચ્યો છે. જ્યારે 484 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 97.11 ટકાએ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 141, સુરત કોર્પોરેશન 161, વડોદરા કોર્પોરેશન 96, રાજકોટ કોર્પોરેશન 65, ભાવનગર કોર્પોરેશન 17, ગાંધીનગર કોર્પોરેશન 08, જુનાગઢ કોર્પોરેશન 05, જામનગર કોર્પોરેશન 04, વડોદરા 11, ખેડા 15, રાજકોટ 14, આણંદ 13, કચ્છ 12, ગાંધીનગર 07, સુરત 18, રાજકોટ 14, અમરેલી 04, ખેડા 15, ભરૂચ 15, સાબરકાંઠા 06, મોરબી 03, જુનાગઢ 03, ગીર સોમનાથ 03, મહીસાગર 04 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,67,250 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 3529 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 47 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 3482 સ્ટેબલ છે.
