Skip to main content
Settings Settings for Dark

ડાંગમાં રામ મંદિરની પ્રતિકૃતિ લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની  

Live TV

X
  • ડાંગ જિલ્લામાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી દર્શનાર્થે મુકવામાં આવી

    ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે. રામાયણમાં દંડકારણય વન તરીકે જેનો ઉલ્લેખ છે તેવા ડાંગ જિલ્લામાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી દર્શન માટે ખુલ્લી મુકવામાં આવી છે. જે લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ડાંગ જિલ્લાના વાસુરણા ગામે તેજસ્વી સંસ્કૃતિધામના પ.પૂ. બ્રહ્મવાદીની હેતલદીદીના સાનિધ્યમાં આબેહૂબ અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ ધરાવતા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.  

    રામાયણ કાળમાં પ્રભુ શ્રી રામે વનવાસ દરમિયાન દંડકારણય ભૂમિ ડાંગમાં પાવન પગલાં પાડી ભીલમાતા શબરીના એંઠા બોર આરોગ્યા હતાં. ડાંગની અને દક્ષિણ ગુજરાતની જનતા જે અયોધ્યા ન જઇ શકે તેવા ભાવિક ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે અહીં આવી શકશે. મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં ધજા પૂજન કરી જય શ્રી રામના નારા સાથે આશ્રમમાં બનાવેલ રામ મંદિર અને રામ લલ્લાના દર્શન લોકો માટે ખુલ્લું મૂક્યું છે. દેશનું ગૌરવ એવી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ પણ આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા અને રામ લલ્લા સાથે સેલ્ફી લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply