Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: યોગ શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમજાવ્યો યોગનો મહિમા 

Live TV

X
  • આવનારા સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે 'ઇઝ ઓફ ડુઇંગની સાથે રાજ્ય હવે ઇઝ ઓફ લીવિંગમાં પણ શ્રેષ્ઠત્તમ બની રહ્યું છે. યોગસાધકોને યોગનો મહિમા સમજાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવશે.

    વિવિધ સ્થળે નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન

    રાજ્યભરના વિવિધ સ્થળે નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન થઇ રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે કોરાના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા યોગ કરીશું અને કોરોનાને હરાવીશુનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્ય જગદિશભાઇ પંચાલ અને રાકેશ શાહ, શહેર નવનિયુક્ત મેયર કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મહામંડલેશ્વર  અખિલેશદાસજી મહારાજ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી સહિતના અગ્રણીઓ અને યોગસાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply