Skip to main content
Settings Settings for Dark

ચીનમાં ભયાનક 'ડોલ્ફિન' વાવાઝોડાની દસ્તક, ‘રેડ એલર્ટ’ જાહેર

Live TV

X
  • ભયાનક 'ડોલ્ફિન' વાવાઝોડું ઝેજિયાંગ પ્રાંત સાથે અથડાયા બાદ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું.

    ચીનના બેઈજિંગમાં ભયાનક 'ડોલ્ફિન' વાવાઝોડાએ દસ્તક દીધી છે. ભયાનક 'ડોલ્ફિન' વાવાઝોડું  ઝેજિયાંગ પ્રાંત સાથે અથડાયા બાદ દેશની રાષ્ટ્રીય વેધશાળાએ ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. સરકારી મીડિયાના અહેવાલો મુજબ, રવિવાર (૯ ઓગસ્ટ)ના રોજ આ શક્તિશાળી વાવાઝોડું ઝેજિયાંગ પ્રાંતના સાનમેનથી લઈને ફુજિયાન પ્રાંતના ફુડિંગ સુધીના દેશના પૂર્વ કિનારે પહોંચ્યું છે. જેને લઈને સત્તાવાળાઓ દ્વારા પૂરની ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી છે. 

    NMCના મુખ્ય હવામાન આગાહીકાર વાંગ હાઈપિંગે જણાવ્યું કે તોફાનના કારણે ભારે વરસાદ થવાની સંભાવના છે અને તેની અસર વ્યાપક તેમજ લાંબા સમય સુધી રહેવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. ઉત્તર ફુજિયાન, ઝેજિયાંગ, શાંઘાઈ, ઉત્તર જિયાંગશી, જિયાંગસુ, અનહુઈ, પૂર્વ હુબેઈ, મધ્ય અને પૂર્વ હેનાન તેમજ દક્ષિણ શાનડોંગ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય-પૂર્વ ઝેજિયાંગ અને દક્ષિણ અનહુઈના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. 

    પૂર્વ ચીનના દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વ ચીન સાગરમાં ભારે પવનથી બચાવ માટે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. NMC અનુસાર, ટાઈફૂન ‘ડોલ્ફિન’ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને દરિયાકાંઠા સાથે અથડાયા બાદ ધીમે ધીમે નબળું પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
apply