પશ્ચિમ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના શક્તિશાળીમાં 111 લોકોનાં મોત
Live TV
-
પશ્ચિમ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના શક્તિશાળીમાં 111 લોકોનાં મોત
પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે જ્યારે 87 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના જણાવ્યા અનુસાર, આ ભયાનક ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ચોકો પ્રદેશના સેન જોસ ડેલ પાલ્મર ખાતે હતું.
સેંકડો ઇમારતો ધ્વસ્ત, અનેક લોકો ફસાયા
ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હતા કે તેનાથી પશ્ચિમ કોલંબિયાના અનેક શહેરોમાં સેંકડો ઇમારતો અને મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. રાજધાની બોગોટા સહિતના દૂરના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
