આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંજે 6 વાગે પ્રસારિત કરાશે
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ કાર્યક્રમનું પહેલી જ વાર, પ્રજાસત્તાક દિન જેવા વિશેષ દિવસે પ્રસારણ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી, પોતાના વિચારોને વાચા આપશે. માસિક કાર્યક્રમની આ 61મી કડી બની રહેશે. સામાન્ય રીતે આ કાર્યક્રમનું સવારે 11 વાગે પ્રસારણ થતું હોય છે , પરંતુ આજે સાંજે 6 વાગે કાર્યક્રમોનું પ્રસારણ થશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ કાર્યક્રમનું પહેલી જ વાર, પ્રજાસત્તાક દિન જેવા વિશેષ દિવસે પ્રસારણ થશે
