કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મદદ કરવાની ટીપ્પણી પર ભારતની પ્રતિક્રિયા
Live TV
-
કાશ્મીર મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મદદ કરવાની ટીપ્પણી ઉપર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, ભારતનું શરૂઆતથી જ એ વલણ રહ્યું છે કે આ મુદ્દે શીમલા સમજૂતી અને લાહોર ઘોષણા હેઠળ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, વાતચીત માટે વાતાવરણ ઉભું કરવાની જવાબદારી પાકિસ્તાન ઉપર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં વાતચીત દરમ્યાન બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. તો ભારત પાકિસ્તાન સંબંધ મામલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ટીપ્પણી પર વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું હતું કે, આ ટીપ્પણી તથ્યાત્મક રૂપે ખોટી અને વિરોધાભાસી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને એ સમજવું જોઈએ કે વૈશ્વિક સમૂદાય આતંકવાદ મામલે તેના બેવડા વલણને સમજી ચૂક્યું છે. જયાં તે એક તરફ પોતાને આતંકવાદથી પ્રભાવિત બતાવે છે , અને બીજી તરફ તે આતંકવાદી સંગઠનોને સમર્થન કરે છે.
