Skip to main content
Settings Settings for Dark

આસામમાં મુખ્યમંત્રી સમક્ષ 644 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

Live TV

X
  • આસામ પોલીસને મળી મોટી સફળતા , રાજ્યના આઠ પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ હથિયારો સાથે શરણાગતિ સ્વીકારી

    આસામમાં આઠ પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ 177 શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ તમામ ઉગ્રવાદીઓ ઉલ્ફા, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, RNLF , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી) જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા છે. આ બધાએ આસામ પોલીસ અને મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સમક્ષ પોતાનો હથિયાર નાખ્યા હતા. રાજ્ય સરકારની નીતિ હેઠળ હવે આ તમામ ઉગ્રવાદીઓને સમાજના મુખ્ય ધારામાં સમાવવામાં આવશે.

    મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આશા વ્યક્ત કરી છે કે આ બધા હવે આસામના વિકાસમાં સહયોગ કરશે.

    આસામ પોલીસે આ દિવસને મહત્વપૂર્ણ ગણાવ્યો છે કારણ કે હાલમાં આવી રીતે ઉગ્રવાદીઓએ આટલી મોટી સંખ્યામાં શરણાગતિ નથી સ્વીકારી . શસ્ત્રોમાં AK 47 અને AK 56 રાઇફલો ઉપરાંત મોટી સંખ્યામાં દારૂગોળા અને કારતૂસ શામેલ હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply