Skip to main content
Settings Settings for Dark

એપ્રિલમાં ખાલી થનાર રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે દ્વિવાર્ષિક ચૂંટણી,ગુજરાતની 4 બેઠકો

Live TV

X
  •  55 બેઠકો માટે એપ્રિલમાં ખાલી થનાર રાજ્યસભાની 26 માર્ચે ચૂંટણી યોજાશે. આજે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી અને વધુમાં પંચે જણાવ્યું કે, રાજ્યસભાની 17 રાજ્યોની આ બેઠકો એપ્રિલમાં ખાલી થઈ રહી છે.

    આ 55 બેઠકોમાં ગુજરાતની પણ ચાર બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ભાજપના ચુનીભાઈ ગોહિલ, લાલસિંહ વદોડીયા અને શંભુપ્રસાદ ટુંડિયા તથા કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીની છ વર્ષની મુદ્દત પૂરી થતાં ચૂંટણી યોજાવાની છે.ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતની ચાર બેઠકો પર 26 માર્ચના રોજ મતદાન થશે. 26 માર્ચે સવારે 9 કલાકથી મતદાન શરૂ થશે અને એ દિવસે એટલે કે 26 માર્ચે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી માટે તમામ એટલે કે 180 ધારાસભ્યો મતદાન કરશે...ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે જ્યારે ફોર્મ પાછું ખેચવાની તારીખ 18 માર્ચ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply