કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જશે ઝારખંડના પ્રવાસે
Live TV
-
ઝારખંડમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડની રાજધાની રાંચી પહોચશે. તેઓ પ્રદેશ કાર્યાલયમાં આયોજીત બે બેઠકોમાં સામેલ થશે. પ્રથમ બેઠક પ્રદેશ ભાજપના નેતાઓની છે તેમાં સંગઠન પ્રભારી લક્ષ્મીકાંત વાજપાઇ, ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણ અને હિમંત બિશ્વ શર્મા હાજર રહેશે. તેઓ અત્યાર સુધીની ચૂંટણી પ્રક્રિયા પર વિમર્શ કરશે.
ત્યાર બાદ તમામ વિધાનસભા પ્રભારીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં ચૂંટણી પ્રચાર અભિયાન પર ચર્ચા થશે. પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને ત્રણેય પ્રભારી આ બેઠકમાં સામેલ થશે. ગૃહમંત્રી આ બેઠકની સાથે વિધાનસભા ચૂંટણીમાં જીતની રણનીતિ બનાવવાનું કામ કરશે.
રાંચી પ્રવાસ દરમિયાન અમિત શાહ લોકો સાથે મુલાકાત કરશે જેઓએ ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે ઉમેદવારી કરી હતી અને બાદમાં ઉમેદવારી પરત ખેચી હતી. આ ઉપરાંત અમિત શાહ પાર્ટીના સાંસદો સાથે બેઠક કરી શકે છે.
