કેન્દ્ર સરકારે દેશના ગરીબ વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની કરી જાહેરાત
Live TV
-
કેન્દ્ર સરકારે દેશના ગરીબ વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની કરી જાહેરાત
જેઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા અથવા પૈસાના અભાવે આગળ ભણી શકતા ન હતા તેમને મોદી સરકારે મોટી રાહત આપી છે. મોદી કેબિનેટે આવા યુવાનો અને મધ્યમ વર્ગને 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં, કેબિનેટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન આપવાની જાહેરાત કરી છે. 10 લાખ સુધીની લોન માટે કોઈ ગેરેન્ટરની જરૂર પડશે નહીં. લોન વ્યાજ સબસિડી પણ આપવામાં આવશે.
કેબિનેટમાં નિર્ણય લેતા કેન્દ્ર સરકારે યુવાનોને ગેરંટી વગર 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. સરકારના નિર્ણય અનુસાર, વિદ્યાર્થીઓને 3 ટકાના વ્યાજમાં રાહત સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન એવા લોકોને આપવામાં આવશે જેમના પરિવારની કુલ આવક 8 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે.
શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના?
હકીકતમાં, સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, ગરીબ પરિવારોના એવા હોનહાર વિદ્યાર્થીઓ કે જેઓ પૈસાના અભાવે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી અથવા અધવચ્ચે જ છોડી રહ્યા છે તેમને આર્થિક સહાય આપવામાં આવશે. આ સ્કીમ માત્ર છોકરીઓ માટે જ નહીં પરંતુ છોકરાઓ માટે પણ હશે. આ યોજના એવા બાળકોને આગળ વધવા અને ભણવા માટે પ્રેરિત કરશે જે પૈસાના અભાવે આમ કરી શકતા ન હતા.
