ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રએ પ્રદર્શિત કરી સૈન્ય તાકાત, તિરંગાને 21 તોપોની સલામી
Live TV
-
ઉપગ્રહી ભેદી હથિયાર શક્તિ, થલસેનાનું યુદ્ધટેન્ક ભીષ્મ, તેમજ હાલમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા અપાચે અને ચિનૂક રાફેલ હેલિકોપ્ટનું પરેડમાં ભવ્ય પ્રદર્શન જોઈ ,સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા. સેનાની પેરાશુટ રેજીમેન્ટની ટુકડીએ પણ , સૌના દિલ જીતી લીધા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 71માં ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ તિરંગાને ફરકાવ્યા બાદ, ભવ્ય પરેડ સમારોહ શરૂ થયો હતો. જેમાં દુનિયાએ રાજપથ પરથી ભારતની સામરિક તાકાતને નિહાળી હતી. આર્મી , નેવી અને એરફોર્સના જવાનોએ ભારતીય મિસાઈલ અને યુદ્ધ ટેન્કોનું ભવ્ય પ્રદર્શન કરી ભારતની શક્તિનો પરિચય આપ્યો હતો.
આર્મીએ ધનુષ હોવિત્ઝરનું પ્રદર્શન કર્યુ હતુ., મિશન શક્તિ હેઠળની DRDOની એન્ટિ સેટેલાઈટ મિસાઈલ પણ , આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો આકાશ મિસાઈલનું પણ ભવ્ય નિદર્શન કરવામાં આવ્યુ હતુ. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરને પણ પ્રથમ વખત પરેડમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાજપથ પર જોવા મળેલી સેનાની ઝાંખીઓમાં , મહિલા શક્તિએ સેનાની ટુકડીનું નેતૃત્વ કર્યુ.ભારતીય સેનાની કેપ્ટન, તાન્યા શેરગિલ, પહેલા મહિલા પરેડ એજ્યુટન્ટ બન્યા. એરફોર્સ ટેબ્લોએ રાફેલ અને તેજસ વિમાનોની શક્તિને પ્રદર્શિત કર્યા.આ ઉપરાંત લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, આકાશ મિસાઈલ સિસ્ટમ અને અસ્ત્ર મિસાઈલ પણ પ્રદર્શનનો ભાગ રહી.
