PM નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે વિઝિટર બુકમાં વીર જવાનો અંગે પોતાનો સંદેશ પણ લખ્યો હતો
આજે દેશનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રથમ વખત એવી બન્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જયોતિ ન જઈને ઈન્ડિયા ગેટની પાસે આવેલા વોર મેમોરિયલ પહોંચ્યા છે. આ વખતે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સમારંભના મુખ્ય મહેમાન છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે વિઝિટર બુકમાં વીર જવાનો અંગે પોતાનો સંદેશ પણ લખ્યો હતો..આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીરસિંહ અને એરફોર્સના ચીફ આરકેએસ ભદોરિયા ઉપસ્થિત રહ્યા હતા
