ડિફેન્સ એક્સપો 2020 : ઉત્તર પ્રદેશ સરકાર અને કંપનીઓ વચ્ચે 23 એમઓયુ પર થયા હસ્તાક્ષર
Live TV
-
આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા
લખનૌમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રદર્શન 2020 ના ત્રીજા દિવસે આજે ઉત્તર પ્રદેશ સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે 23 એમઓયુ પર હસ્તાક્ષર થયા. બંધન નામના આ મેળાવડામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે 23 એમઓયુ પર હસ્તાક્ષરોથી પચાસ હજાર કરોડનું રોકાણ પ્રદેશમાં થશે. બાદમાં પત્રકારો સાથે વાત કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે આ સમયે ઉત્તરપ્રદેશ પાસે દેશમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના પ્રધાનમંત્રી મોદીના સપનાને વેગ આપશે.
રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદન સંબંધિત સો કરતા પણ વધુ કરારો પર જાહેર ક્ષેત્રના ઉપક્રમો સાથે હસ્તાક્ષર થયા છે. સંરક્ષણ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 13 ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને છ મહત્વની ઘોષણાઓ કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજિત સેમિનારમાં રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાયકે પણ ભાગ લીધો હતો
