પ્રધાનમંત્રી મોદી : બોડો કરારથી ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિનો માર્ગ ખુલ્યો
Live TV
-
આ પ્રસંગે વડા પ્રધાનની સાથે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને તેમના મંત્રીમંડળના સાથીઓ પણ હાજર હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બોડો એકોર્ડ દ્વારા ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિનો માર્ગ ખૂલ્યો છે. બોડો કરાર સંદર્ભે આજે આસામના કોકરાઝારમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ઉત્તર પૂર્વ માટે નવી શરૂઆત છે. આ પ્રસંગે વડા પ્રધાનની સાથે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને તેમના મંત્રીમંડળના સાથીઓ પણ હાજર હતા.
ત્રિપક્ષીય બોડો કરાર પર ગત મહિને 27 મીએ કેન્દ્ર, આસામ સરકાર અને પ્રતિબંધિત આતંકવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારનો હેતુ આસામના સૌથી મોટા આદિવાસી જૂથોમાં આવેલા બોડો સમુદાયને રાજકીય અને આર્થિક લાભ પૂરા પાડવાનો છે. વધુમાં, પ્રધાનમંત્રી મોદીએ આ રેલીમાં જણાવ્યુ હતું કે બોડો કરારથી શાંતિ અને માનવતાની જીત થઇ છે.
