પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહા કુંભ મેળા પહેલા 5.5 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 10 નવા રોડ ઓવર બ્રિજ અને ફ્લાયઓવર, કાયમી ઘાટ અને નદી કિનારાના રસ્તાઓનું નિર્માણ સામેલ છે.
આ પ્રોજેક્ટ્સ પ્રયાગરાજ અને તેની આસપાસ પરિવહનની સુવિધા અને કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવી છે. શ્રી મોદી ગંગામાં સારવાર ન કરાયેલ ગટરના પ્રવાહને રોકવા માટેના પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લગભગ 12.15 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. તેમની યાત્રા ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર પૂજા સાથે શરૂ થશે. ઐતિહાસિક અક્ષય વટવૃક્ષની પૂજા કર્યા બાદ તેઓ હનુમાન મંદિર અને સરસ્વતી કૂવાના દર્શન કરશે. પ્રધાનમંત્રી મહાકુંભ પ્રદર્શન સ્થળની પણ મુલાકાત લેશે અને કુંભ મેળાની તૈયારીઓની સમીક્ષા કરશે. કુંભ મેળો આવતા વર્ષે 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.
