ભારત અને બ્રાઝિલના સંબંધોને મજબુત અને શ્રેષ્ઠ - બ્રાઝિલ રાષ્ટ્રપતિ
Live TV
-
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ દુરદર્શન સમાચાર સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ હતું કે ભારત અને બ્રાઝિલ બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને લાગુ કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે ભારત અને બ્રાઝિલના સંબંધોને મજબુત અને શ્રેષ્ઠ ગણાવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે બ્રાઝિલ ભારત સાથે ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે ઈચ્છુક છે. ભારતની મુલાકાતે આવેલા જાયર બોલ્સોનારો આજે નવી દિલ્હીમાં ભારત બ્રાઝિલ બિઝનેસ ફોરમને સંબોધિત કરશે.
