Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના મહાસંગ્રામમાં દિગ્ગજોએ કર્યો ધુંઆધાર પ્રચાર

Live TV

X
  • મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધુલેથી તેમના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. ત્યારબાદ નાસિકમાં વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી. આગામી એક અઠવાડિયામાં પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં અનેક રેલીઓ યોજવાના છે. સાથે જ ભાજપના અન્ય વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં 4 જનસભાઓને સંબોધી. તેઓએ શીરાલા, કરાડ,  સાંગલી અને ઇચલકરંચી વિધાનસભામાં NDA ના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી. સાથે જ મહારાષ્ટ્રમાં મહાયુતીના નેતાઓ પણ જોર-શોર થી પ્રચાર કરી રહ્યા છે. શિવસેના નેતા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે, NCP ના અજીત પવાર, સાથે જ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ ગઠબંધનના પક્ષમાં રેલી યોજી. બીજી તરફ મહાવિકાસ આઘાડીમાંથી પણ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર સહિત ગઠબંધનના તમામ નેતાઓએ પ્રચારમાં જોર લગાવ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply