મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજધાની દિલ્લીમાં ગજવી રહ્યા છે ચૂંટણી જનસભાઓ
Live TV
-
મુખ્યમંત્રીએ દિલ્હીના મોદીપુર, સિવિલ લાઈન્સ અને મોડલ ટાઉનમાં સંબોધી ચાર સભાઓ. કહ્યું, કેજરીવાલ સરકાર મૌલાના સરકાર-મુસ્લિમોને ખુશ કરવાનો તેનો છે ઈરાદા-PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે હિંમતથી લીધા અનેક નિર્ણયો.
દિલ્લી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર અભિયાન તેજ થઈ રહ્યો છે.તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ તાબડતોડ જનસભાઓ સંબોધી રહ્યા છે.ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દિલ્લીના મોદીપુર, સિવિલ લાઈન્સ અને મોડલ ટાઉનમાં ચાર જનસભાઓને સંબોધી હતી.મુખ્યમંત્રીએ કેજરીવાલ સરકાર સામે નિશાન સાધતા કહ્યું કે કેજરીવાલ સરકાર મૌલાના સરકાર છે.અને માત્ર મુસ્લિમોને ખુશ કરવાના ઈરાદાથી જ કામ કરી રહી છે.મુખ્યમંત્રીએ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કહ્યું કે બન્ને નેતાઓમાં હિંમત છે તેથી જ તેમણે કલમ 370 અને CAA જેવા નિર્ણયો લીધા.મુખ્યમંત્રીએ 8 ફેબ્રુઆરીએ ભાજપને જીતાડવા માટે અપીલ કરી હતી.મુખ્યમંત્રીએ વચન આપ્યું કે જો દિલ્લીમાં ભાજપની સરકાર બની જશે તો ગુજરાત જેવું વિકાસ મોડલ બની જશે.
