દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી આજે ચૂંટણી સભાનું સંબોધન કરશે
Live TV
-
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર ચાલી રહયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં એક ચૂંટણી સભાને સંબોધન કરશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે દિલ્હીના કડકડડુમામાં રેલી યોજી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની કડક ટીકા કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહયું કે ભારત નફરત નહી વિકાસની રાષ્ટ્રીય નીતિથી ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ શાહિનબાગ નો મુદો ઉઠાવીને કહયું કે આ સહયોગ નથી પરંતુ પ્રયોગ છે. તેમણે કહયું કે દેશના ટુક઼ડે ટુકડા કરનાર ગેંગને બચાવવામાં આવી રહી છે. દિલ્હી ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા પુરી તાકાત લગાવી રહયાં છે. કોંગ્રેસ પણ દિલ્હી ચૂંટણી માટે તાકાતથી પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી પણ દિલ્હીમાં આજે કેટલીક રેલી સંબોધશે. દરમિયાન, મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દિલ્હીમાં ભાજપ માટે માદીપુર, સિવિલ લાઇન, અને મોડલ ટાઉનમાં ચાર જાહેર સભા ને સંબોધશે.
