યુવાનોએ ઉચ્ચ ગુણવત્તાની સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી જોઈએઃ રાજનાથ સિંહ
Live TV
-
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય યુવાનોને વિકસિત ભારતના વિઝનને સફળ બનાવવા માટે ઉચ્ચ સ્તરની સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે ખાસ કરીને એવા ક્ષેત્રોમાં ટેક્નોલોજીનો વિકાસ કરો જેની આપણને ખૂબ જરૂર છે અને જેની આપણે બહારથી આયાત કરીએ છીએ. તેઓ આજે કાનપુરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-આઈઆઈટીના 65મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા.
આ અવસરે રક્ષા મંત્રીએ ખાસ ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો જે વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તન લાવી રહી છે. આ સંદર્ભમાં, તેમણે ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉલ્લેખ કર્યો જે ભૌગોલિક અને રાજકીય ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો લાવી રહી છે.
રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્ર ટેક્નોલોજીના સંદર્ભમાં અગ્રણી માર્ગ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે યુવાનોને તેમની ક્ષમતાનો અહેસાસ કરવા અને રાષ્ટ્રીય પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી હતી.
આઈઆઈટી કાનપુર જેવી સંસ્થાઓને બૌદ્ધિક ગતિશીલતાના એન્જિન તરીકે વર્ણવતા સિંહે કહ્યું કે આ સંસ્થાઓ ભારતને અગ્રણી દેશોની શ્રેણીમાં લઈ જઈ શકે છે.
